મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર કરવા માટે પાલિકા સાથે કરીશું સંકલન: આઇજી  


SHARE











મોરબીમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર કરવા માટે પાલિકા સાથે કરીશું સંકલન: આઇજી  

મોરબી જિલ્લામાં પોલીસના વાર્ષિક ઇન્સપેકશન બાદ આઇજીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબી જીલ્લામાં પોલીસની કામગીરી ખૂબ જ સારી હોવાની આઇજીએ જણાવ્યુ હતું તેમાં મોરબીની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે આગામી દિવસોમાં પાલિકાની સાથે સંકલન કરીને આ પ્રશ્ને ઉકેલવા માટેનું કામ કરવામાં આવશે તેવુ આઇજી અશોકકુમાર યાદવે જણાવ્યુ હતુ

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ એસપી ઓફિસ ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી સિરામિક એસો., મોરબી પેપર મિલ એસો., મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. સહિતના સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરવામાં આવી હતી અને તેની સમસ્યાને જાણીને ઉકેલવા માટેની કામગીરી કરવાની ખાતરી આપવામાં આવેલ છે આ ઉપરાંત આઈજીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા માટે અસરકારક કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ગુના નોંધીને પોલીસે ૪૪ જેટલા આરોપીને પકડેલ છે અને આગામી દિવસોમાં વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આટલું જ નહીં ઇન્કમ ટેક્ષ સહિતના વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવશે

વધુમાં મોરબીની ટ્રાફિક સમસ્યા માટે અસરકારક કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે અને બીજી બાજુ રસ્તા અને જુદાજુદા ચોકમાં લારી, ગલ્લા પથરાણા ટ્રાફિક પોલીસની હાજરી હોય છે ત્યાં જોવા મળે છે તે કેમ સીસીટીવી કેમેરામાં દેખાતા નથી ? અને વાહન ચાલકોને ઘરે મેમાં આવી જાય છે જેથી રસ્તા ઉપર લોકો વાહન પાર્ક કરી શકે તેના માટે તમામ દબાણોને દૂર કરવામાં નક્કર કામગીરી કરવામાં આવે તે અનિવાર્ય છે તેવું પત્રકારે કહેતા રેન્જ આઈજીએ કહ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે પાલિકા સાથે સંકલન કરીને પોલીસ વિભાગ દ્વારા પાર્કિંગ માટેની અને ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે જો કે, આવું વર્ષોથી પોલીસ અધિકારીઓ કહે છે પરંતુ નક્કર કામ કરવામાં નથી આવતું તે નારી વાસ્તવિક્તા છે






Latest News