મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાકાંઠે ઘોડા બાંધવાના વાડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ


SHARE





મોરબીમાં સામાકાંઠે ઘોડા બાંધવાના વાડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાનને ઘોડા રાખવાનો શોખ હોય તેણે પોતાના ઘર નજીક ઘોડાને બાંધવા માટે વાળો બનાવ્યો હોય અને તે વાડામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોય હાલ શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડીને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં ભગવતી લેથવાળાના મકાનમાં ભાડે રહેતા ચેતનભાઇ રમેશભાઈ ચાવડા જાતે આહીરા હજામ નામનો ૩૪ વર્ષનો યુવાન તેમના ઘર નજીક ઘોડા બાંધવા માટે બનાવેલ વાડામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.જેથી કરીને તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને મૃત જાહેર કરીને મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક ચેતન રમેશભાઈ ચાવડા નામનો યુવાન ગતરાત્રિના પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો અને બાદમાં પોતાના ઘર પાસે આવેલ ઘોડા બાંધવાના વાળામાં સૂતો હતો અને મોડે સુધી જાગ્યો ન હોય તેના મિત્ર વાડામાં તપાસ કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં ખાટલામાંથી ચેતન ચાવડા બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બી ડિવિઝન પોલીસને જાણ કરતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.મોતના બનાવનું ખરૂ કારણ જાણવા માટે મૃતદેહના વિશેરા લઈને આગે આગળની ફોરેન્સિક તપાસ ચાલુ છે તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ રાજાભાઈ ગઢવી નામના ૩૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સેલો સિરામિક નજીક બાઇક અને આઇસર વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં કલ્પેશભાઈ ગઢવીને ઈજા પહોંચી હોય તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ અંગે આગળની તપાસ ચાલુ છે.




Latest News