મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયદીપ ઇલેવન બની ચેમ્પિયન


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયદીપ ઇલેવન બની ચેમ્પિયન

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને ૧૬ ટીમોએ ભાગ લીધો હતો છે અને આ ટુર્નામેન્ટ મોરબીના નવા નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામા આવી હતી જેનો ફાઇનલ મેચ ગઇકાલે બ્રહ્મપુરી ઇલેવન અને જયદીપ ઇલેવન વચ્ચે યોજાયો હતો જેમાં પ્રથમ બેટિંગ કરીને બ્રહ્મપુરી ઇલેવને ૧૦ ઓવરમાં ૧૧૦ રન બનાવ્યા હતા તેની સામે ૯.૩ બોલમાં જયદીપ ઇલેવને સ્કોરને ક્રોસ કરી લીધો હતો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયદીપ ઇલેવન ચેમ્પિયન બની હતી ત્યારે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, સંજયભાઈ ધોળકિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, બ્રહ્મ સમાજના આગેવાન, કિશનભાઈ ઉપધ્યાય, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નૈમિશભાઈ અંતાણી, મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ આયોજનને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તેમજ તેની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News