મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત
Breaking news
Morbi Today

અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું


SHARE







અકસ્માત સહેજમાં ટળ્યો: મોરબીના રવાપર રોડે જર્જરિત મકાનનું છજું તૂટી પડ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનની બાજુમાં ખૂણા ઉપર આવેલ વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મકાન માલિકને કોઈ નોટીસ આપીને નક્કર કામગીરી કરવામાં આવેલ નથી અને મકાન માલિક દ્વારા પણ તેના જર્જરીત મકાનને રીપેર કરવામાં આવતું નથી દરમિયાન આજે વહેલી સવારના સમયે આ રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હતો ત્યારે મકાનના ઉપરના માળેથી છજાના ભાગ તૂટીને નીચે રસ્તા ઉપર પડ્યો હતો જોકે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે જેથી આ જર્જરિત મકાનના જોખમી ભાગને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે તેની સાથોસાથ આ સિવાયના માર્ગો ઉપર પણ જેટલા જર્જરીત મકાન કે મિલકતો હોય તેને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકોની લાગણી છે જોકે નગરપાલિકા દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તે સો મણનો સવાલ છે.






Latest News