મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમિકા સાથે માથાકૂટ કરનાર શખ્સને રોકવા ગયેલા વ્યક્તિના દીકરાને છરીનો ઘા ઝીકયો


SHARE











મોરબીમાં પ્રેમિકા સાથે માથાકૂટ કરનાર શખ્સને રોકવા ગયેલા વ્યક્તિના દીકરાને છરીનો ઘા ઝીકયો

મોરબીમાં કડીયા બોર્ડીંગ પાસે એક શખ્સ યુવતીની સાથે માથાકૂટ કરતો હતો જેથી કરીને તેને માથાકૂટ ન કરવાનું કહેતા આ મારી પ્રેમિકા છે તમારે શું લેવા દેવા તેવું કહીને વચ્ચે પડેલા વ્યક્તિને સાથે તે શખ્સે માથાકૂટ શરૂ કરી હતી ત્યાર બાદ છરી વડે તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારે વચ્ચે આવેલા વ્યક્તિનો દીકરો આડો પડતાં તેને વાંસાના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા સગીરને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ સગીરે મોરબી બી ડિવિઝન પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે એક શખ્સોની સામે ફરિયાદ નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કીટ હાઉસ સામેના ભાગમાં આવેલ હરીપાર્ક સોસાયટીના રહેતા દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૧૫)એ હાલમાં અમીતભાઈ દીલીપભાઇ સારલા જાતે કોળી રહે. યમુનાનગર શેરી નં. ૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં કડીયા બોર્ડીંગ પાસે આવેલ ઉમિયા ઇલેક્ટ્રીક નામની દુકાને તે પિતાની સાથે ઘરની પાણીની મોટર લેવા માટે ગયો હતો ત્યારે ત્યારે આરોપી કોઈ છોકરીની સાથે જાહેરમાં માથાકૂટ કરતો હતો જેથી કરીને ફરિયાદીના પિતાએ તેને રોડ ઉપર ઝઘડો કેમ કરો છો તેવું કહેતા આરોપીએ કહ્યું હતું કે તે મારી પ્રેમિકા છે તમારે શું લેવા દેવા તેવું કહીને આરોપી ગાળો આપતો હતો જેથી ફરિયાદીના પિતાએ ગાળો આપવાની ના કહેતા ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ આરોપી પોતાની પાસે રહેલ છરી ફરિયાદીના પિતાને મારવા જતાં ફરિયાદી વચ્ચે આવ્યો હતો જેથી તેને વાંસાના ભાગે જમણા ખંભા નીચે છરીથી ઈજા કરી હતી જેથી ફરિયાદીને જમણા ખંભા નીચે ટાંકા આવ્યા છે અને ફરિયાદીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને સગીરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) જી.પી. એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી અમીતભાઈ દીલીપભાઇ સારલા જાતે કોળી (૧૯) રહે. યમુનાનગર શેરી નં. ૩ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News