મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત પસંદગી માટે ૭મી ફેબ્રુઆરીએ હાઈટ-હન્ટનું આયોજન


SHARE







મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત પસંદગી માટે ૭મી ફેબ્રુઆરીએ હાઈટ-હન્ટનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર-૧૪ વયજુથના ખેલાડી અટલે કે તા. ૧/૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.


વર્ષ ૨૦૨૩માં ૧૧ થી ૧૪ વર્ષના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં ૧૧ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૦ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૫૫ સેન્ટિમીટરથી વધુ, ૧૨ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૮ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૬૩ સેન્ટિમીટરથી વધુ, ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૬૬ સેન્ટિમીટરથી વધુ, ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૯ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૭૧ સેન્ટિમીટરથી વધુ મુજબ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા. ૭-૨-૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ધુનડા રોડ ખાતે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે. આ હાઈટ-હન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઈઓ-બહેનોએ ઓરીજનલ આધારકાર્ડ, બોનાફાઇટ અને જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. વધુ વિગતો માટે મો. ૭૩૫૯૦૪૦૭૦૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News