તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના કેસમાં પકડાયેલા જયસુખભાઈ પટેલને સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનું સમર્થન


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના કેસમાં પકડાયેલા જયસુખભાઈ પટેલને સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનું સમર્થન

મોરબીમાં ઝૂલતા પુલના કેસમાં આરોપી જયસુખભાઈ પટેલની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવામાં આવેલ છે જેથી તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેના સમર્થનમાં પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી ત્યાર બાદ હવે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જયસુખભાઈ પટેલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી તૂટી પડ્યો તે ઘટના દુખદ હતી કેમ કે, તેમાં ૧૩૫ લોકોના મોત થયા છે અને આ ઘટનામાં મુદે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી જયસુખભાઈ પટેલની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી જયસુખભાઇ પટેલના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરવામાં આવી રહી છે અને હવે જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેમજ ઉદ્યોગપતિઓ સહિતનાઓ દ્વારા જયસુખભાઈ પટેલને ખુલ્લુ સમર્થન આપવામાં આવી રહ્યું છે

સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટ દ્વારા એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લખ્યું છે કે, મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માતએ દુઃખદ દુર્ઘટના છે તેનું સહુને દુઃખ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે. તેઓએ સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ-તળાવ નિર્માણ, કૂવા-બોર રીચાર્જ, શિક્ષણ-આરોગ્ય – સામાજિક સેવાકાર્યો વિગેરેમાં અગ્રેસર દાતા છે. વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ છે. અગ્રણી ઉદ્યોગપતિની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરિવાર તેમની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં અગ્રેસર છે. સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહી તેને પોતાની ફરજ સમજી સ્વીકારવાનો અને તેને ખંતથી નિભાવવાનો સ્વભાવ ધરાવતા જયસુખભાઈ મોરબીની ધરોહરને જાળવવા સામાજિક ફરજના ભાગરૂપે જુલતા પુલનું સંચાલન સંભાળેલ. ૧૦-૧૫ રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પુલના રીપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોય ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી.

તો મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો જે લેટર વાઇરલ છે તેમાં લખ્યું છે કે, જે વ્યકતી સમાજમાં કોઈપણ ધર્મ કે જ્ઞાતી જોયા વગર ફકત સામાજીક હીતો માટે રોજગારીની તકો પુરી પાડતા હોય, સમુહ લગ્ન જેવા દરેક સમાજે બીરદાવા જેવા ઉમદા કાર્યો કરતા હોય, કન્યા શિક્ષણ માટે ડોનેશન આપતા હોય તેવા જયસુખભાઈએ મોરબીની અસ્મીતા સાચવવા ઝુલતાપુલની જવાબદારી સંભાળી હતી અને તેમનો કોઈનુ નુકસાન કરવાનો કે પૈસા કમાવવાનો કોઈ ઈરાદો ન હતો. જો કે, તા. ૩૦ ઓકટોબરે ઝુલતાપુલની જે ઘટના બની તે દુઃખદ છે. આ ઘટના જાણીજોઈને કે ઈરાદાપુર્વક બનેલી ઘટના નથી ત્યારે સમાજમાં આ પ્રકારના કામો કરતા હોઈ તે તમામ માટે આપણે સહુ સહાનુભુતી નહીં બતાવીએ, સાથે નહી ઉભા રહીએ તો સમાજ માટે સારા કામ કરતા સમાજસેવીઓ સમાજના કામો માટે આગળ આવશે નહીં.આપણે સહુ જયસુખભાઈ માટે પ્રાથના કરીએ કે તેઓ આ આપત્તીમાથી ઝડપથી બહાર આવે.

મોરબી રાજપૂત સમાજનો જે લેટર પેડ છે તેમાં લખ્યું છે કે, હાલમાં જે સોશ્યલ મિડીયા પર જયસુખભાઈ પટેલ વિરૂધ્ધ જેમ તેમ સ્ટેટમેન્ટ મુકાય છે તે જરા પણ વ્યાજબી ન કહેવાય. કેમ કે, જે વ્યકતિ એ કોઈપણ સ્વાર્થ કે ઘર્મ કે જ્ઞાતિ જોયા વગર સમાજીક હીત માટે રોજગારી પુરી પાડી છે તેમજ ઘણા બધા સામાજીક કાર્યો કરેલ છે. તેમણે મોરબીની અસ્મીતા માટે ઝુલતા પુલની જવાબદારી લીધી હતી કોઇને નુક્શાન કરવા કે પૈસા કમાવા માટે નહીં જો કે, તા. ૩૦ ઓકટોબર ના રોજ જે ઘટના બની તે ખુબ જ દુઃખદ ઘટના હતી અને હાલમાં કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે ત્યારે બીજી કોઈ ટીપણી ન કરવી જોઈએ અને ન્યાય તંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ






Latest News