ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાની ઓરડીમાં શ્રમિકે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનાની ઓરડીમાં શ્રમિકે અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા પાસે સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની ઓરડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ વઘાસિયા પાસે એક્યુટોપ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં ઓરડી નં-૨૯ માં રહેતો લાલસિંહ શ્યામસિંગ આહિરવાલ નામનો શ્રમિક પોતાની ઓરડીમાં હતો ત્યારે ત્યાં તેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મુકેશભાઈ સાડેસરા રહે. એકયુટોપ સીરામીક વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

માળીયા મીયાણાના ખાખરેચી ગામે જાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારી રેડ કરી હતી ત્યારે મનુભાઈ સોંડાભાઈ શંખેસરિયા જાતે કોળી (૨૮) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૫૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News