મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકડામણના લીધે દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં આર્થિક સંકડામણના લીધે દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેસ દુકાન ખાતે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં પોલીસે તપાસ કરતા આર્થિક સંકળામણના લીધે તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગતો મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર જતા રોડ નજીક આવેલ વર્ધમાનનગરના બ્લોક નંબર-૨ ખાતે રહેતો નરેશભાઇ દેવજીભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ કે.કે.સ્ટીલની સામે આવેલ પ્રિન્ટ સેન્ટર નામની દુકાને ઝેરી દવા અને ફીનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ કે નરેશભાઈ પ્રિન્ટ સેન્ટર નામે પ્રિન્ટ અને ઝેરોક્ષ સહિતની સ્ટેશનરીને લગતી કામગીરીની દુકાન ચલાવે છે અને છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ રહેતી હોય જેને પગલે પરીવાર કેમ ચલાવવો તેના ટેન્સનમાં તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.તેમ તપાસ અધીકારી વી.કે.ફુલતરીયાએ જણાવેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજયુ હોવાનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલ ફરિયાદના આધારે તાલુકા પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા વાહન અકસ્માત સર્જનાર જીતેન્દ્રકુમાર દીનાનાથ પાલ (૪૦) રહે.ગાંધીધામ કાર્ગો મોટર્સની સામે કાર્ગો ઝુંપડપટ્ટી ગાંધીધામ (કચ્છ) ભુજ વાળાની ફેટલના ગુનામાં ધરપકડ કરી હતી.

રીક્ષા પલ્ટી જતા ઈજા

ટંકારાના નેકનામ ગામે રહેતો મનોજ અમૃતલાલ સોલંકી નામનો ૨૩ વર્ષનો યુવાન રિક્ષામાં જતો હતો ત્યારે રાજકોટ હાઇવે વીરપર પાસે આવેલ વિરાટ હોટલ નજીક તેઓની રીક્ષા પલ્ટી જતા ઈજા થતા મનોજ સોલંકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News