ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ મેણુને ટંકારાના સરાયા પાસેથી પિસ્તોલ-કાર્ટિસ સાથે મોરબી એલસીબીની ટીમે દબોચ્યો


SHARE







રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ મેણુને ટંકારાના સરાયા પાસેથી પિસ્તોલ-કાર્ટિસ સાથે મોરબી એલસીબીની ટીમે દબોચ્યો

ટંકારા તાલુકાના સરાયા ગામના બસ સ્ટેશન પાસેથી રાજકોટના કુખ્યાત બુટલેગરની પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચાર જીવતા કાર્ટિસ પણ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હથિયાર, મોબાઈલ વિગેરે મળીને તેની પાસેથી હાલમાં ૨૧૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા સમય પહેલા મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૮૦ બોટલો જેની કિંમત ૧૫,૧૯,૩૨૦ અને વાહન મળીને ૨૦,૧૯,૩૨૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ માલ રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજભાઇ હાસમભાઇ મેણુનો હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને પોલીસ આ ગુનામાં તેને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં રાજકોટનો કુખ્યાત બુટલેગર ફીરોજભાઇ હાસમભાઇ મેણુ મોરબી જિલ્લામાંથી હથિયાર સાથે મળી આવેલ છે જેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રાજકોટના દિવાનપરા મેઇન રોડ ઉપર નીલકંઠ પાર્કની બાજુમાં ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતા કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમભાઈ મેણું જાતે સંધિ (૪૨) નામના શખ્સની દેશી બનાવટની એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટિસ સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી પોલીસે દસ હજાર રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન, ૧૦ હજારની કિંમતનું હથિયાર અને ૪૦૦ રૂપિયાની કિંમતના કાર્ટિસ આમ કુલ મળીને પોલીસે આરોપી પાસેથી ૨૧૪૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેની સામે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News