ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે બનાવમાં એસિડ પી ગયેલ યુવતી અને વૃદ્ધા સારવારમાં


SHARE







મોરબીમાં બે જુદાજુદા બનાવમાં એક યુવતી અને એક વૃદ્ધા એસિડ પી ગયા હતા જેથી બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.


મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જયંતીભાઈ મકનભાઈ ઘોડાસરા જાતે પટેલની ૨૦ વર્ષની પુત્રી સપનાબેન તેના ઘેર એસિડ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવતા ભોગ બનેલ સપનાબેને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે મોઢેથી એસિડની બોટલ ખોલવા જતા એસિડ મોં માં ચાલ્યું ગયું હતું જેથી અસર થતા તેમને સારવાર માટે દવાખાને લવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ ગામે રહેતા લાભુબેન હરિભાઈ કનોજીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધા એસિડ પી ગયા હોય તેમને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર માટે એડમિટ કરાયા હતા.બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે લાભુબેનને માનસિક બીમારી રહેતી હોય અને બીમારીથી કંટાળી જઈને તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી હળવદ તાલુકાના પીપરવાડી ગામે રહેતા ચંદુભાઈ કાનજીભાઈ મોરડીયા (૫૨) પોતાનું બાઈક લઈને પસાર થતા હતા ત્યારે મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા શ્રવણભાઈ જેરામભાઈ કંજારીયા (૩૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વધુ માહિતી પ્રમાણે યુવાનને તેના ઘરે થયેલ મારામારીના બનાવવામાં ઇજા થયેલ છે જેથી કરીને તેને સારવારમાં કાઈને આવ્યા છે.






Latest News