મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં


SHARE











ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની માતા તેને જોઈ જતા તેણે તાત્કાલિક તેને બચાવી લીધી હતી અને યુવતીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકાર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આંગણવાડી પાસે રહેતા પુરુષોત્તમભાઈ ચાવડાની દીકરી નિશાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારે તેને તેની માતા જોઈ જતા તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવીને દીકરીને નીચે ઉતારીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોના ફિલ્ડ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજદેવ ચંદ્રબલી જેસવાલ (૫૦) નામના આધેડ કારખાનામાં હતા ત્યારે ત્યાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News