તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે રિવર્સમાં આવતો ટ્રક પાછળ આવી રહેલ ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત


SHARE











મોરબીના નવલખી રોડે રિવર્સમાં આવતો ટ્રક પાછળ આવી રહેલ ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બગથળા રેલવે ફાટક પાસે ટ્રકનો ટર્ન લેવા માટે ટ્રક ચાલકે પાછળ જોયા વગર જ વાહન રિવર્સ લીધું હતું જેથી કરીને પાછળ આવી રહેલા ટ્રક સાથે આરોપીનો ટ્રક અથડાયો હતો જેથી કરીને વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રકના મશીનમાં તથા બોડીમાં નુકસાન થયું હોવાથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગોંડલની ઉબાળા ચોકડી પાસે શિવ હોટલની બાજુમાં શ્રીનાથજી ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે રહેતા વિક્રમભાઈ મોહનભાઈ પાંડવ જાતે આદિવાસી (૨૨) એ ટ્રક ટેલર નં. જીજે ૧૨ વાય ૫૭૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બગથળા રેલવે ફાટક પાસે આરોપીએ ટર્ન લેવા માટે થઈને પોતાના વાહનને પાછળ જોયા વગર રિવર્સમાં લીધૂ હતું ત્યારે ફરિયાદીના ટ્રક નંબર જીજે ૧૪ ઝેડ ૮૪૪૮ સાથે આરોપીનો ટ્રક અથડાયો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી યુવાનના ટ્રકમાં મશીનમાં તથા બોડીમાં નુકસાન થયું હતું જેથી તેણે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર વાવડી ચોકડી પાસે રહેતો કિશનભાઇ ધનાભાઈ મારવાડી (૨૩) નો યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના વાવડી રોડ પર આવેલ બાપા સીતારામની મઢુલી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલ કિસન મારવાડીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા ગામ પાસે આવેલ લોરીકા સીરામીકમાં ટ્રકમાં તાલપત્રી બાંધતા સમયે રસો ખેંચતા કોઈ કારણોસર યુવાન નીચે પડી ગયો હતો જેથી કરીને હનુમાનરામ હિમારામ રહે.બાડમેર રાજસ્થાન વાળાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News