સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ


SHARE





વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ

વાંકાનેરમાં ચંદ્રપુર ગામે મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઘરની અંદરથી દારૂની 54 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને ઘરધણીની ધરપકડ કરી હતી અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના ચંદ્રપુર પાસે પાણીના ટાંકા નજીક શેરી નંબર બે માં રહેતા અમિત ઉર્ફે હમીદ બ્લોચના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને 44 બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને 5150 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ બલોચ (30) રહે. ચંદ્રપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અનુભાઈ ખાચર રહે. મોલડી તાલુકો ચોટીલા વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બિયર સાથે પકડાયો
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવતા પોલીસે 144 ની કિંમતના બિયરને કબજે કરીને આરોપી લલિતભાઈ શિવાભાઈ પાટડીયા (30) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News