જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૬૨ શાળામાં લેવાશે જુનિયર કલાર્કની પરીક્ષા


SHARE











મોરબી જિલ્લાની ૬૨ શાળામાં લેવાશે જુનિયર કલાર્કની પરીક્ષા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ - ગાંધાનગર દ્વારા જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૨૯ ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ જાહેરનામા અનુસાર જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૨૯ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. અને જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાના પાંચ તાલુકાની કુલ ૬૨ શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.






Latest News