મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો

હળવદ શહેરમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૨૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૨૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુકલ જાતે બ્રાહ્મણ (ઉમર ૪૦) રહે. જોશી ફળી લક્ષ્મીનારાયણ ચોક પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

માળીયા-કચ્છ હાઇવે ઉપર આવેલ સુરજબારીના પુલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં માળીયા મિંયાણાના રહેવાસી દાઉદ હારૂનભાઈ (૩૩) અને સલીમ અબ્દુલભાઈ (૩૫) નામના બે યુવાનોને ઇજા પહોંચતા બંનેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.જ્યારે મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર શેરી નંબર-૧૧ માં રહેતા રૂકસાનાબેન સબીરભાઈ બુખારી નામની ૨૯ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેને સારવારમાં ખસેડાઈ હતી.

યુવાન સારવારમાં

ટંકારાના લજાઈ ગામે રહેતો સાવન ચુનીલાલ કોરડીયા નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના વર્ધમાન એપાર્ટમેન્ટ આલાપ રોડ ઉપર આવેલ બ્લોસમ પ્લે હાઉસ નજીકથી પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટ લેતા ઇજાઓ થતા સાવનને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના વિનુભાઈ છગનભાઈ કણજારીયા નામના ૫૦ વર્ષના આધેડ પોતાનું બાઈક લઈને વાવડી ગામ પાસેથી જતા હતા ત્યારે વાવડી ગામે દશામાઁ ના મંદિર પાસે તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.






Latest News