મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીનો આફતાબ સમા રાજકોટની 13 વર્ષની સગીરાનું અપહરણ કરી ફરાર


SHARE











મોરબીનો આફતાબ સમા રાજકોટની 13 વર્ષની સગીરાનું અપહરણ કરી ફરાર

રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો: આરોપીની શોધખોળ

મોરબીના લીલાપર આવાસ કવાર્ટરમાં રહેતા આફતાબ હાજીભાઈ સમા વિરૂધ્ધ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં 13 વર્ષની સગીરાને અપહરણ કરી ભગાડી જવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી આફતાબ અને અપહૃત સગીરાની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં ભગવતીપરામાં રહેતી સગીરાની માતાએ જણાવ્યું કે તા.18  ના રોજ તેની દીકરી કેટરર્સમાં જવાનું કહી નીકળી હતી. સાથે તેની બહેનપણી પણ છે તેમ કહ્યું હતું.

બપોરે નિકળેલી દીકરી રાત્રે ઘરે ન આવતા તેની બહેનપણીને ફોન કરતા તેણીએ ફંકશનમાં હોવાનું કહેલું પણ બહેનપણીના ઘરે તપાસ કરતા તે ઘરે જ હતી.તેને પુછતા જણાવેલ કે 13 વર્ષીય સગીરા બપોરે જ પારેવડી ચોકથી ચાલી ગઈ હતી. તેણે ઘરે કેટરર્સનું ખોટું કહ્યું હતું. બહેનપણીએ કહેલ કે સગીરા આફતાબ સાથે ફોન પર વાતો કરતી હતી જેથી મોરબી આફતાબના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. આફતાબના પિતા જેલમાં હોય અને માતા હયાત ન હોય ઘર પણ બંધ હતું. જે પછી આ અપહરણની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા પોલીસે આફતાબની શોધખોળ કરી રહી છે.






Latest News