મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે ઉજવાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે ઉજવાયો

કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રે મોરબી જીલ્લાની નામાંકિત એવી પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓને કારકિર્દી લક્ષી કોર્પોરેટ ક્ષેત્રનો અનુભવ અને જ્ઞાન મળી રહે તેમજ તેઓ કોર્પોરેટ ક્ષેત્રે સફળ થાય તેવા ઉમદા હેતુસર મેનેજમેન્ટ ફેકલ્ટીના વિધાર્થીઓ માટે કોર્પોરેટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કોલેજના ત્રણેય વર્ષના બીબીએના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પોતાનો રીસ્યુંમ આપવાથી લઈને ઈન્ટરવ્યુંની તૈયારીઓ, વર્તણુંક સબંધી રીતભાત અને આત્મવિશ્વાસથી કઈ રીતે સફળ થાય શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટનું આયોજન મેનેજમેન્ટ ફેકલ્ટીના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું જેમાં મોક ઈન્ટરવ્યું, ગ્રૂપ ડિસકસન ગોઠવવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ અલગ અલગ કારકિર્દીલક્ષી મુદાઓ પર પોતાના વિચારો રજુ કાર્ય હતા જેથી કરીને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ તથા તમામ પ્રાધ્યાપકો દ્વારા તમામ વિધાર્થીઓને આવા કારકિર્દી લક્ષી આયોજન બદલ બિરદાવામાં આવ્યા હતા.






Latest News