મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના આગામી બોર્ડમાં સ્વેચ્છાએ પાલિકાને સુપરસીડ કરવાનો ઠરાવ કરો: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE











મોરબી પાલિકાના આગામી બોર્ડમાં સ્વેચ્છાએ પાલિકાને સુપરસીડ કરવાનો ઠરાવ કરો: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબીના ધારાસભ્ય અને ભાજપ પક્ષને મોરબી ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ પરિવારને ન્યાય અપાવવાની ઇચ્છા શક્તિ હોય તો મોરબી પાલિકાના જનરલ બોર્ડમાં પાલિકા સુપર સિડ કરવાનો બહુમતીએ ઠરાવ કરવો જોઈએ તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે

મોરબી પાલિકાનો એ ગ્રેડમાં સમાવેશ થાય છે પણ અણઆવડતને કારણે અને  કાયદાની ઉપરવટ થઇ ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ જનરલ બોર્ડની મજૂરી વગર  પ્રાઇવેટ કંપનીને  આપી દીધો હતો અને ત્યારે અચાનક  કોઇપણ જાતની તપાસ વગર ઝૂલતા પૂલને લોકો માટે ખુલ્લો મૂકીને ભયંકર બેજવાબદારી દાખવાવમાં આવી હતી જેના લીધે ૧૩૫  લોકોના મોત થયા છે ત્યારે પાલિકાના જવાબદાર અઘિકારી અને પદાધિકારી સામે કડક પગલાં  લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અને સરકારે મોરબી નગરપાલિકાને સુપર સિડ કરવાની સૈદ્ધાંતિક મજૂરી આપી હતી આમ સરકારે પાલિકાને નોટિસ પાઠવી છે ત્યારે મોરબીના  ધારાસભ્ય પણ એક સરકારના જ પ્રતિનિધિ છે તેમણે આગામી તા. ૨૩/૧/૨૦૨૩ ના રોજ મળનાર જનરલ બોર્ડમાં પાલિકા કામ કરવામાં નિષ્ફળ ગયેલ છે અને ગોઝારી ઘટનાની જવાબદારી સ્વીકારી પાલિકા સુપર સિડ કરીએ છીએ તેવો ઠરાવ કરાવીને સરકારમાં મોકલવા આગળ આવું જોઇએ તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ કહ્યું છે






Latest News