સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હદાણીની વાડીમાં રોડનું બંધ કરવામાં આવેલ કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે તેવી માંગ


SHARE





મોરબીમાં હદાણીની વાડીમાં રોડનું બંધ કરવામાં આવેલ કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે તેવી માંગ

મોરબી શહેરના સનાડા રોડ ઉપર આવેલ ચિત્ર હનુમાન સામેના ભાગમાં આવેલ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા જયેશભાઈ કરમશીભાઈ કંઝારીયા દ્વારા મોરબીના અધિક કલેકટર અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન.કે. મુછારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હદાણીની વાડી વિસ્તારની અંદર નગરપાલિકામાંથી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને તે કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને અચાનક જ તે કામને બંધ કરી દેવામાં આવ્યું છે અને અધવચ્ચેથી રોડ બનાવવાની કામગીરી બંધ કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે વહેલી તકે કામ શરૂ કરવામાં આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વહેલી તકે રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમણે એવી પણ રજૂઆત કરી છે કે મોરબી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ રોડ પ્લાન અને નકશા મુજબની શેરીઓ જે મંજુર થયેલ છે ત્યાં જ બની રહ્યો છે કે કેમ તેની પણ યોગ્ય તપાસ કરીને સ્થાનીક લોકોને ન્યાય આપવામાં આવશે તે જરૂરી છે




Latest News