જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું


SHARE











મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું

મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ અન્વયે સાર્થક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઇ જતા સ્કૂલ વાહનોના ડ્રાઇવરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠક્કર અને કોન્ટેબલ ડી.ડી.ગોહિલે હાજર રહીને ટ્રાફિક સંબંધી ઉપયોગી માહિતી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વાહન વિભાગના હેડ જાનીભાઈએ સુચારૂ વ્યવસ્થા કરી હતી.શાળા દ્વારા લેવામાં આવતી મિટિંગ, આપવામાં આવતી સૂચના, દરેક ડ્રાઇવરોની વિગત ,તેમજ વાહનોની વિગત, દરેક વાહનમાં વિદ્યાર્થીના લિસ્ટ પત્રકો, વિવિધ નિયમોના પત્રકો વગેરે શાળા દ્વારા  રાખવામાં આવતી નાનામાં નાની માહિતી અને વિવિધ કાર્યવાહી જોઈને ટ્રાફિક પીએસઆઇ ખૂબ પ્રભાવિત થયા હતા અને શાળાના કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું






Latest News