મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી ખાતે આગામી ૧૦ જાન્યુઆરીએ વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે


SHARE











મોરબી ખાતે આગામી ૧૦ જાન્યુઆરીએ વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

કારકિર્દી માર્ગદર્શન સેમીનારનો વધુ ને વધુ લાભ લેવા જિલ્લાના યુવાઓને જિલ્લા રોજગાર અધિકારીની અપીલ

આગામી ૧૦ જાન્યુઆરીના રોજ નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગરના  નિયંત્રણ હેઠળ, મોરબી રોજગાર વિનિમય કચેરી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટ દ્વારા નવયુગ કોલેજ-વીરપર અને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદેશ રોજગાર સેમીનાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં રોજગાર કચેરી સંલગ્ન વિવિધ સેવાઓ, વિદેશ રોજગાર સેલની કામગીરી, વિદેશ રોજગાર, વિઝા, પાસપોર્ટ, એજ્યુકેશન લોન, અનુંબધમ પોર્ટલ, ધોરણ ૧૦ અને ૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડીગ્રી, આઈ.ટી.આઈ. તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોની માહિતી વિશે તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામા આવનાર છે. ઉપરાંત સરકારી અને  પ્રાઇવેટ સેક્ટરમાં રહેલ નોકરીની તકો  વિશે  પણ માહિતી આપવામાં આવનાર છે. તો આ સેમીનારનો વધુ ને વધુ લાભ લેવા મોરબી જિલ્લાના યુવાઓને મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.





Latest News