મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે કારખાના નજીક જુગાર રમતા ચાર પકડાયા


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે કારખાના નજીક જુગાર રમતા ચાર પકડાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સ્ટાફના દિનેશભાઇ બાવળીયા તથા રમેશભાઇ મુંધવાને મળેલ બાતમી હકીકત આધારે પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે ખુલ્લી જગ્યામાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૨૫,૮૦૦ ના મુદ્દામાલ સાથે પારસ ઉર્ફે સુલતાન ગીરધાભાઇ વાધેલા (૨૩) રહે રફાળેશ્વરગોવિંદભાઇ ગોરધનભાઇ સનુરા (૩૩) રહે. રફાળેશ્વરપ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા (૩૬) રહે. જેપુર અને નાનજીભાઇ જીવણભાઇ કુંવરીયા (૪૨) રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે






Latest News