તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

દૂધના મશીનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: દારૂની ૮૧૯૬ બોટલ સહિત ૪૪.૯૬ લાખના મુદામાલ સાથે એક પડકાયો


SHARE











દૂધના મશીનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: દારૂની ૮૧૯૬ બોટલ સહિત ૪૪.૯૬ લાખના મુદામાલ સાથે એક પડકાયો

મોરબી જીલ્લામાં અગાઉ દૂધના કન્ટેનરમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું તેવામાં હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને એલસીબીની ટીમે ચેક કર્યો હતો ત્યારે તે ટ્રકમાં લઈ જવામાં આવતા અમુલ દૂધના ફિલ્ટર મશીનમાંથી દારૂની ૮૧૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪,૮૭,૦૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૪૪,૯૬,૩૬૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને દારૂ મોકલાવનાર, દારૂ મંગાવનાર, ટ્રકનો માલિક અને દારૂ ભરી આપનારા સામે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જીલ્લામાં દારૂની બદીને ડામવા માટે એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે એલસીબીના રામભાઇ મંઢનિરવભાઇ મકવાણાસંજયભાઇ રાઠોડભગીરથસિંહ ઝાલાભરતસિંહ ડાભીને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કેઅમદાવાદથી ધ્રાંગધ્રા તરફ એક ટાટા ટ્રક નં આરજે ૧૯ જી ૦૯૧૯ વાળી હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવી રહી છે જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી કરીને મળેલ બાતમી વાળો ટ્રક હળવદના ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થયો હતો ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવ્યો હતો તે સમયે ટ્રકમાં અમુલ કંપનીનું દૂધનું ફિલ્ટર મશીન લઈને જતાં હતા તે મશીનને ચેક કરવામાં આવતા તેમાથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યૂ છે કે, હળવદના ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને ચેક કરતાં તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૮૧૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪,૮૭,૦૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૪૪,૯૬,૩૬૦ ના મુદામાલ સાથે કૈલાશભાઇ મદનસીંગ નેહરા જાતે જાટ (૨૧) રહે. સીવકર (રામપુરા) જિલ્લો બાડમેર (રાજસ્થાન) વાળની ધરપકડ કરેલ છે અને ટ્રકમાં દારૂનો જથ્થો પ્રકાશભાઇ જાખડ રહે. સરલી જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળા ભરી આપ્યો હતો જેથી તેની સામે તેમજ માલ મોકલાવનાર, મંગાવનાર અને ટ્રકના માલિકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News