મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત


SHARE







મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત

મોરબીના હીરાસરી માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગટર પર ઢાંકણું છે જ નહીં જેથી કરીને ગમે ત્યારે ત્યાં જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કલેક્ટરને આ મુદે લેખિત રજૂઆત કરી છે

મોરબીના રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પાસેથી અવની ચોક્ડી તરફ જવાના રસ્તે હીરાસરીનો માર્ગ આવેલ છે. જે નવો બનાવેલ છે જો કે, મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી નથી અને ગટર ખુલ્લી છે જેથી કરીને અકસ્માત થવાની શક્યતા છે અને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી તો પણ હજુ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને ગટરનું ઢકાણું મૂકવા માટે નગરપાલિકા કોઈ અસ્ક્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને ઢાંકણું તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News