વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી


SHARE











માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી

માળીયા મિયાણા નજીક આવેલ ફાટક નંબર ૯૭ પાસે કામગીરી કરવાની હતી જેથી શનિવારે તા.૩૧  ડિસેમ્બરની રાતે ૧૦ વાગ્યાથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ના સવારે ૬ વાગ્યા સુધી આ ફટક્ને આઠ કલાક બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આ ફટક્ને આજે બંધ રાખવામા આવશે નહીં તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે

માળીયા મિયાણા રેલવેના અધિકારી જણાવ્યુ છે કે, તા ૩૧ ના રોજ રાતે ૧૦ થી તા ૧ ના રોજ સવારે ૬ વાગ્યા સુધી ફાટક નંબર ૯૭ પાસે રેલવે ડબલ ટ્રેકની કામગીરી કરવાની હતી જેથી કરીને માળીયા -જામનગર હાઇવે રસ્તો બંધ રહેવાનો હતો અને આઠ કલાક સુધી ફાટક બંધ હોવાથી માળીયા થઈને જામનગર તરફ જતાં અને આવતા વાહન ચાલકોને ડાયવાર્ટ કરવા માટેની તંત્રને પણ જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આજે શનિવારે રાતે તે કામગીરી કરવાની નથી જેથી કરીને આજે શનિવારે ફાટકને બંધ કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જ્યારે પણ કામગીરી માટે રેલ્વે વિભાગ દ્વારા ફાટક બંધ કરવાની હશે તેની અગાઉથી જ જાહેર જનતાને જાણ કરવામાં આવશે તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે






Latest News