મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું


SHARE











મોરબીનાં બોરીયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું

મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના સારી સુવિધા મળી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે હાલમાં ત્યાંના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને બોરીયાપાટી વાડી વિસ્તારના લોકોએ ચૂંટણી અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે

મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોએ જણાવ્યુ હતું કે, તેના વિસ્તારમાં પાણી, લાઈટ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહી નથી જેથી કરીને સતવારા સમાજની કુલ ૨૧ જેટલીઓ વાડીમાં ૩૫૦૦ લોકોની વસ્તી છે તો પણ લોકોને કેમ સુવિધા આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે અને બે બુથમાં ૩૫૦૦ જેટલાં મતદારો છે તેને અસુવિધાઓને ધ્યાને રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ વિસ્તાર પાલીકામાં આવે છે તો પણ સારા રોડ નથી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપીને ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સ્થાનિક લોકોના ખેવા મુજબ પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાનું કહી ગયા હતા જો કે હજુ સુધી સુવિધાઓ આપવામાં આવી નથી તે હકકીત છે

 






Latest News