ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

હાય રે કળીયુગ : મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે માતા, બેન-બનેવી અને ભાણેજો દ્વારા મહિલાને માર માર્યો..!


SHARE





હાય રે કળીયુગ : મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે માતા, બેન-બનેવી અને ભાણેજો દ્વારા મહિલાને માર માર્યો..!

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલા ઉપર છરી પાઇપ અને છુટા ટાઇલ્સના ઘા કરીને હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને બાદમાં ખુલ્યું હતું કે માતાના મકાન વેચાણના પૈસા બાબતે મહિલા ઉપર તેની જ માતા, બેન-બનેવી અને બે ભાણેજ દ્રારા હુમલો કરવામાં આવેલ છે.જેથી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરેલ છે.

મારામારીના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના વીશીપરાની રહેવાસી નિલમબેન અનિલભાઈ બીજલભાઇ જાદવ (ઉમર ૩૨) કે જેના લગ્ન અમદાવાદ ખાતે થયેલા હોય હાલ તે પતિ સાથે અમદાવાદ એલિસબ્રિજ આંબેડકર કોલોની વિસ્તારમાં નારાયણ માલાની ચાલીમાં રહે છે તેણી મોરબી આવી હતી અને અહીં તેની માતા સવિતાબેનનું મકાન વેચાયું હોય તેના મકાનના પૈસાના ભાગ બાબતે માતા સવિતાબેન તેમજ બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ તેમજ અમદાવાદ રહેતા બે ભાણેજ સુનીલ અને જીગ્નેશ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને પાંચેયએ એકસંપ કરીને નિલમબેનને મૂઢમાર માર્યો હતો તેમજ છરી અને પાઇપ વડે ઇજાઓ પહોંચાડીને છુટા ટાઇલ્સના ઘા કરવામાં આવ્યા હતા.જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા નીલમબેન જાદવને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાદમાં ભોગ બનેલ નિલમબેન જાદવ દ્વારા બહેનના દિકરા એટલે કે સુનિલ અનિલ જાદવ અને જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ રહે. બંને એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, માતા સવિતાબેન અનિલ જાદવ રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે માતા સવિતાબેનના મકાન વેચાણના પૈસા બાબતે મનદુ:ખ રાખીને ભાણેજ સુનિલ અને જિગ્નેશે છરી અને પાઇપ વડે પોતાને માર માર્યો હતો જ્યારે માતા સવિતાબેન અને બહેન જ્યોતિબેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બનેવી જગદીશભાઈ દ્વારા છુટા ટાઇલ્સના ઘા કરીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી તેમજ ભાણેજ સુનિલ અને જીગ્નેશ દ્વારા તેઓને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી હાલ ઉપર મુજબની નીલમબેનની ફરિયાદ લઈને બી ડીવઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવ સંદર્ભે આગળની તજવી હાથ ધરવામાં આવી છે.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે કોર્ટ બિલ્ડિંગ નજીક અજાણ્યા પુરુષને તાણ આંચકી ઉપાડતા ૧૦૮ બોલાવવામાં આવી હતી અને ૧૦૮ વડે અજાણ્યા પુરુષને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે ઘર પાસે સાયકલમાં રમી રહેલ પ્રિયાંશ સચિનગીરી ગોસ્વામી નામના દસ વર્ષના બાળકને ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં મીલની ચાલી પાસે રહેતા મુમતાઝબેન ઇલિયાસભાઈ સામતાણી નામની ૨૪ વર્ષની મહિલાને ઘર નજીક થયેલ બોલાચાલી બાદની મારામારીમાં ઇજાઓ પહોંચતા મુમતાબેનને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા કલ્પેશ કિશોરભાઈ પરમાર નામના ૨૬ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી લેતા તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી કરીને તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.




Latest News