ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ૧૫ કલાકથી અંધારપટ: અધિકારીઓની કામગીરી સામે ઉઠતા સવાલ


SHARE





મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ૧૫ કલાકથી અંધારપટ: અધિકારીઓની કામગીરી સામે ઉઠતા સવાલ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં ગતરાત્રિના સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાયથી રિવર્સમાં લીધો હતો જેથી કરીને ટ્રક ધડાકાભેર વીજ પોલ સાથે અથડાયો હતો અને એક બે નહીં પરંતુ ચારથી પાંચ જેટલા વીજ પોલ તૂટી પડ્યા હતા અને જીવતા વીજ વાયરો નીચે પડ્યા હોવાથી લોકોમાં ફાફડાટની લાગણી જોવા મળી હતી અને તાત્કાલિક લોકોએ આ અંગેની જાણ વીજ કંપનીને જાણ કરી હતી જેથી કરીને વીજ કંપનીના કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જે વીજપોલ તૂટી ગયા હતા અને નમી ગયા હતા તેના જીવતા વીજ વાયરોને કટ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી જોકે રાત્રિના સાડા સાતથી આઠ વાગ્યા દરમ્યાન બનેલ ઘટના બાદ આજે સવારના ૧૧ વાગ્યા સુધી ત્રાજપર ખારી વિસ્તારમાં અંધારપટ જેવી પરિસ્થિતિ હતી અને લોકોએ ના છૂટકે પોતાના ઘરની અંદર રાત્રિ દરમિયાન અંધારામાં રહેવું પડ્યું હતું અને ગરમીમાં બફાવું પડ્યું હતું જોકે અકસ્માત સર્જનાર ટ્રકચાલકને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો અને તે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતો હતો તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે જો આવી રીતે રહેણાંક વિસ્તારમાં નશો કરીને ટ્રક જેવા હેવી વાહનોને ચલાવવામાં આવે અને જીવલેણ અસ્કમાત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ ઉઠી રહ્યા છે




Latest News