ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને સુપરસીડ કેમ કરવામાં આવી નથી ?, આજે પાલિકાને હાઈકોર્ટે સ્પે. બેલિફ મારફતે ફટકારી નોટિસ


SHARE





મોરબી પાલિકાને સુપરસીડ કેમ કરવામાં આવી નથી ?, આજે પાલિકાને હાઈકોર્ટે સ્પે. બેલિફ મારફતે ફટકારી નોટિસ

મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને આજે તેની સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે હાઇકોર્ટના જજે મોરબી ડિસિપ્લિનરી પગલાં તાત્કાલિક કેમ લેવામાં આવેલ નથી અને મોરબી પાલિકાને કેમ સુપરસીડ કેમ કરવામાં આવી નથી તેવો પણ સવાલ કરેલ છે અને આ ઘટનામાં પાલિકાની જવાબદારી શું તેનું પણ પુછવામાં આવ્યું છે તેમજ હાઈકોર્ટે ઓનલાઈન નોટિસ મોકલીને સ્પેશ્યલ બેલિફ મારફતે મોરબી પાલિકાને નોટિસ ફટકારી છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે હોનારતમાં ૫૦ જેટલા બાળકો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો હતો આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાઈકોર્ટેમાં જે સુઓમોટો દાખલ કરવામાં આવેલ છે તેની આજે ચીફ જસ્ટિસની હાજરીમાં સુનાવણી કરવામાં આવી હતી

ત્યારે ઘણા મુદાઓને હાઇકોર્ટના જજે ગંભીરતાથી લીધેલ છે અને ખાસ કરીને કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કેમ કરવામાં આવેલ નથી ? હજુ સુધી કેમ રિજનેબલ સ્ટેપ કેમ લેવામાં આવેલ નથી ?, એગ્રીમેન્ટમાં ઘણી મહત્વની કન્ડિશન કેમ નથી ?, માર્ગ મકાન વિભાગના ચીફ ઇજનેર પાસે કેમ ચેક કરવામાં આવેલ નથી ?, આ ઘટના પછી ગુજરાત સરકારે શું પગલાં લીધા ?, પાલિકાને હજુ સુધી કેમ સુપર સિડ કરવામાં આવેલ નથી ?, પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેની પણ નોંધ કરવામાં આવી છે આટલું જ નહીં હાઈકોર્ટે ઓનલાઈન નોટિસ મોરબીના ડિસ્ટ્રિક્ટ જજને મોકલીને તે સ્પેશ્યલ બેલિફ મારફતે મોરબી પાલિકાને બપોરના સાડા ચાર પહેલા નોટિસ આપવા માટે જણાવ્યુ છે

અત્રે ઉલેખનીય છે કે, પાલિકાને ઓરેવા ગ્રુપે વર્ષ ૨૦૨૨ માં છ વખત જે ઝૂલતા પુલ માટે પત્રો લખ્યા હતા અને પુલના રિપેરિંગ કામ માટે કહ્યું હતું તેની પણ હાઇકોર્ટમાં ગંભીર નોંધ લેવામાં આવી છે તેમજ રીઝનલ કમિશનર મ્યુનિસિપલ્ટી પાસેથી ઝુલતો પુલ તૂટી ગયા પછી શું પગલાં લેવામાં આવેલ છે તેની માહિતી માંગવામાં આવેલ છે કયા આધારે ઓરેવાને પુલની જવાબદારી આપવામાં આવી હતી ?  અને પહેલો કરાર કરવામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ ડૉક્યુમેન્ટ એક જ દિવસમાં સીલ બંધ કવરમાં મંગાવવામાં આવેલ છે તેવું જાણવા મળી રહ્યું છે




Latest News