સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ડીમોલેશન કામગીરી પાંચ દિવસ મુલ્તવી !


SHARE





મોરબીના રવાપર ગામે ડીમોલેશન કામગીરી પાંચ દિવસ મુલ્તવી !

મોરબીના રવાપર ગામે પંચાયત દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા ત્યાં આવ્યા હતા અને તેની દરમ્યાનગિરિથી માલધારીઓના વાડાનું દબાણ પાંચ દિવસ માટે મુલ્તવી રાખવામા આવ્યું છે

મોરબીના રવાપર ગામે બહારથી આવેલ માલધારી સમાજના લોકો વાડા બનાવીને ત્યાં રહે છે અને સરકારી જમીન ઉપર વાડા બનાવવામાં આવે હતા જેથી કરીને પંચાયતે તે દબાણ કરનારાઓને નોટિસ આપી હતી અને તેમ છતાં પણ દબાણને દૂર કરવામાં આવ્યું ન હતું જેથી કરીને તંત્ર દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે, રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા અને નિલેશ ડાંગર ત્યાં આવ્યા હતા અને ડીમોલેશન કામગીરી રોકવા માટે તંત્રને અને સ્થાનિક આગેવાને રજૂઆત કરી હતી જેથી કરીને આ લોકોની વાતને ધ્યાને લઈને પાંચ દિવસ સુધી ડીમોલેશન અટકાવામાં આવ્યું હતું અને ત્યાં સુધીમાં આ માલધારીઓ દ્વારા સ્વેચ્છાએ તે લોકો જમીન ખાલી કરી આપશે તેવી બાંહેધરી આપી છે




Latest News