હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીની પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ શાળા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તારીખ ૧૮ જૂન ૨૬ ના દિવસને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ઝાંસીની રાણીના બલિદાનને યાદ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા રાણી લક્ષ્મીબાઈની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

આ પ્રસંગે ધોરણ ૧૨ ની એક વિદ્યાર્થિની દ્વારા રાણી લક્ષ્મીબાઈના પ્રેરણાદાયી જીવન, તેમનો સંઘર્ષ અને દેશદાઝ વિશે ખૂબ જ સુંદર અને વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. તેના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈના સાહસિક જીવનથી અવગત કરાવવામાં આવ્યા હતા અને દેશપ્રેમની ભાવના જગાડવામાં આવી હતી.શાળા પરિવારે તેમજ આચાર્યએ જણાવ્યું હતું કે આવા દેશભક્તોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવીને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સાહસના ગુણો ખીલે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






Latest News