મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વાલીઓ ગુમાવનાર બાળકોની વાહરે આવતી જુદીજુદી સંસ્થાઓ


SHARE







મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વાલીઓ ગુમાવનાર બાળકોની વાહરે આવતી જુદીજુદી સંસ્થાઓ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી જેમાં ઘણા બાળકોએ તેના વાલીઓ ગુમાવ્યા છે જેથી કરીને આ બાળકોની વાહરે જુદીજુદી સંસ્થાઓ આવી છે જેમાં મોરબીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાળકોના શિક્ષક માટેની તમામ જવાબદારી સ્વીકારવા માટેની તૈયારી બતાવવામાં આવી છે અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પરિવાર ઘરના મોભીના અવસાનથી પરિવાર નિરાધાર બનેલ છે તેના માટે રોજગારની વ્યવસ્થા કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે

મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુઃખદ ઘટનામાં જે બાળકોના માતા-પિતાના મૃત્યુ થયા છે તેમના બાળકોના ભવિષ્યને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે અને આવા બાળકોને સ્વનિર્ભર શાળાઓ નિઃશુલ્ક શિક્ષણ આપશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાનોએ જણાવ્યુ છે કે, જે બાળકોના માતા-પિતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓ મોરબી જિલ્લાની જે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હોય તેઓના શિક્ષણની જવાબદારી જે તે ખાનગી અથવા મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઉપાડશે.

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી સહિત કલેકટરને પત્ર પાઠવી દુર્ઘટનાના અસરગ્રસ્તોને શિક્ષણ અને રોજગાર આપવાની તૈયારી દર્શાવી છે અને નોંધારા બાળકોને શિક્ષણ આપવા જીસીસીઆઈએ તત્પરતા દાખવી છે આ સંસ્થાના પ્રમુખ પથિક પટવારીએ મુખ્યમંત્રી અને મોરબી કલેકટરને પત્ર લખ્યો છે જેમાં તેને જણાવ્યુ છે કે, મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી જવાથીદુર્ઘટના સર્જાઈ છે ત્યારે રાહત કાર્યો તેમજ પુનર્વસવાટ અંગે તમામ શક્ય મદદ પુરી પાડવા માટે સંસ્થા તૈયાર છે આટલું જ નહીં અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. અનેક કિસ્સાઓમાં કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી નિભાવનાર મોભી વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આવા અનાથ થયેલ બાળકોને તેમના શિક્ષણ પરત્વે સહાયરૂપ થવા તેઓ તત્પર છીએ. અને આ સંસ્થા નિરાધાર થયેલ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય તેમજ કુટુંબના સભ્યને રોજગાર પુરો પાડવા મદદ કરવા માટે તૈયાર છે




Latest News