મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોને કંપની પાંચ લાખનુ વળતર આપે તેવી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની પીએમને રજૂઆત


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોને કંપની પાંચ લાખનુ વળતર આપે તેવી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની પીએમને રજૂઆત

મોરબીનો ઝુલતો પુલ ધરાશય થતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા તથા જીલ્લાના તમામ સદસ્યોએ મૃત્કોને શ્રધ્ધાંજલી આપી હતી અને જવાબદાર ઓરેવા કંપનીની બેદરકારી તથા સેવામાં ખામી બદલ મૃતકના પરીવારજનોને પચીસ લાખ ચુકવવાની કાયદાકીય જવાબદારી કંપનીના શીરે ઉભી થાય છે. તેવી લાગણી વ્યક્ત કરીને જો કોઇ પણ મૃતકના પરીવારજનો કાયદાકીય કાર્યવાહી કરશે તો ગ્રાહક સુરક્ષા મંડળ દરેક પ્રકારની મદદ અને માર્ગ દર્શન આપશે. અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખનુ વળતર આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા પી.એમ. ને રજુઆત કરી છે

મોરબીમાં ગત રવીવારનાં રોજ ઝુલતોપુલ તુટી પડતાં આશરે ૧૩૫ થી વધુ નિર્દોષ નાગરીકો જેમાં બાળકો, બહેનો અને પુરૂષો એ પોતાના જીવ ખોઇ દીધા છે. આનંદ અને ઉલ્લાસમાં ગયેલાં નાગરીકો મોતને ભેટી ગયાં છે ત્યારે દિવાળીના તહેવારોમાં ઝુલતો પુલ ખુલ્લો મુકનાર ઓરેવા કંપનીની બેદરકારી અને સેવાની ખામીને કારણે દુઃખદ બનાવ બનેલ છે જેથી સેવા આપનાર કંપનીએ પૈસા કમાવવાની લાલચે એકસો મુલાકાતીઓની કેપેસીટી વાળા પુલ ઉપર ૫૦૦ થી વધારે નાગરીકને જવાની ટીકીટ આપી હતી જેથી ઝુલતા પુલને પડી જવાની ઘટના બનેલ છે અને મોટી સંખ્યામાં નાગરીકોના મોત થયા છે દરેક મૃત્કના પરીવારજનોને પચીસ લાખ ચુકવવાની કાયદાકીય જવાબદારી કંપનીના શીરે ઉભી થાય છે અને ગમખ્વાર અકસ્માત કરનાર કંપની સામે મૃતકોના પરીજનો દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો તેમાં દરેક પ્રકારની મદદ અને માર્ગદર્શન મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવશે જેથી દરેક પરિવારજનોએ હિંમતથી કંપની સામે લડત આપવા જાહેર અપીલ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ છે અને ઓરેવા કંપની દ્વારા ઝુલતા પુલના સંચાલનમાં ધણી બધી ક્ષતિઓ રાખેલ છે તેમજ પાલીકા પાસેથી એન.ઓ.સી. લીધેલ નથી અને તાત્કાલીક ઝુલતો પુલ ચાલુ કરી દીધો તેવી ચર્ચા થઇ રહી છે જેથી તમામ મૃતક આત્માને પ્રભુ શાંતિ આપે અને તેના કુટુંબ પર આવી પડેલ દુઃખ સહન કરવાની પ્રભુશકિત આપે તેવી ગ્રાહક સુરક્ષા મંડળના તમામ સભ્યોએ શ્રધ્ધાંજલી અપર્ણ કરીને ભગવાનને પ્રાર્થના કરલે છે






Latest News