મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં ગેસની લાઇનના બર્નલમાં લીકેજ થતાં આગ: યુવાન દાઝી જતાં સારવારમાં


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં ગેસની લાઇનના બર્નલમાં લીકેજ થતાં આગ: યુવાન દાઝી જતાં સારવારમાં

મોરબી નજીકના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે આ બનાવમાં કારખાનાની અંદર કામ કરી રહેલ એક યુવાન દાઝી જતાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટમાં લઈ ગયા છે અને આ બનાવની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક નામના કારખાનામાં રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં મનોજભાઈ બબનભાઈ મહંતો (ઉંમર ૩૫) રહે. પીપળી રોડ મારુતિ પાર્ક વાળા દાઝી જતા તેને સારવાર માટે મોરબીના ખાનગી હોસ્પિટલમાં પ્રથમ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યુવાને ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગ લાગવાની ઘટનાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી વધુમાં કારખાનેદાર તુષારભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કારખાનામાં ગેસની લાઈનના બર્નલમાં લીકેજ થતા આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવારમાં ખસેડાયેલ છે






Latest News