મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગી હતી જેથી યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ઘનશ્યામભાઈ પેથાભાઇ ચૌહાણ (ઉંમર ૪૫) મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં કામ કરતા હતા અને કામગીરી દરમિયાન ત્યાં લાકડાના ભુસામાં કોઈ કારણોસર  આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગવાની આ ઘટનામાં ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ ગંભીર રીતે દાજી ગયા હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ અટેકથી મોત

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મંજુબેન નરશીભાઈ પરમાર (ઉંમર ૬૦) મોરબી નજીકના નીચી માંડલ ગામે તેના સંબંધીની ઉત્તરક્રિયામાં આવ્યા હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જતાં હતા ત્યારે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News