મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સોના, ચાંદી, રોકડ, પેટ્રોલ, ડીઝલ બાદ હવે પ્રોપેન ગેસની ચોરી !: બે શખ્સની ૨૯.૮૫ લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE











મોરબીમાં સોના, ચાંદી, રોકડ, પેટ્રોલ, ડીઝલ બાદ હવે પ્રોપેન ગેસની ચોરી !: બે શખ્સની ૨૯.૮૫ લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબી તાલુકાનાં જુના સાદુળના ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેસનું કટિંગ કરનારા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી અને પોલસીએ બે ટેન્કરના ચાલક સહિત બે શખ્સને ત્યાંથી ઝડપી લીધા હતા અને આ શખ્સો દ્વારા પોતાના તેમજ બીજાના જીવને જોખમમાં મૂકીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરવામાં આવતું હતું જેથી પોલીસે પ્રોપેન ગેસ, ટેન્કર, બોલેરો ગાડિ અને ગેસના ૩૨ બાટલા મળીને રૂપિયા ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ કબજે કરેલ છે અને બે આરોપીને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશને હતો ત્યારે જીતેનદાન જગદીશભાઇ ગઢવીને બાતમી મળી હતી કે જુના સાદુળના ગામની સીમમાં એ.બી.સી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં દિપકભાઇ પ્રભાતભાઇ બોરીયા રહે. નાગડાવાસ તથા રમણીકભાઇ ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. મોરબી વાળાઓ પોતાના મળતીયા સાથે મળીને રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતાં ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરીને ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવી રહી છે જેથી કરીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે લોકોના જીવ જોખમમાં મુકાઇ તે રીતે કટિંગ કરવામાં આવતું હોય હકીકત વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું

વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ જુના સાદુળકા ગામની સીમમાં એક ટેન્કર તથા એક બોલેરો કાર પડેલ હતી અને ત્રણ ઇસમો ત્યાં હતા જે પોલીસને જોઇ નાસભાગ કરવા લાગ્યા હતા ત્યારે પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા અને ત્યાં ગેસનું ટેન્કર નંબર જીજે ૧૨ એડબલ્યુ ૧૦૬૦ પડ્યું હતું અને તેની બાજુમાં ત્રણ ગેસના સિલીન્ડર પડેલ હતા અને ટેન્કરમાંથી ગેસ કાઢીને તેમાં ભરવામાં આવી રહ્યો હતો હાલમાં પોલીસે ટેન્કર ચાલક ગુડ હુબલાલ નિશાદ (૪૦) રહે. શત્તાદમલ, નીમલા, આસનસોલ પ્રીમ વર્ધમાન પશ્ચિમ બંગાળ અને દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા આહિર (૩૧) રહે. રાજકોટ નેહરૂનગર આહિર ચોક મુળ રહે. નાગડાવાસ વાળાને ઝડપી લીધેલ છે અને પોલીસને જોઇને વિપુલ મિયાત્રા રહે. નાગડાવાસ વાળો ભાગી ગયો હતો તેમજ રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. નેહરૂનગર, આહિરચોક, રાજકોટ શહેર મુળ રહે નાની બરાર વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે ચચારેયની સામે આઇપીસી ૪૦૭, ૪૧૧, ૩૦૮, ૨૮૫, ૨૮૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાલમાં પોલીસે ટેન્કર નંબર જીજે ૧૨ એડબલ્યુ ૧૦૬૦ જેમાં કોર્મશીયલ પ્રોપેન ગેસ ભરેલ છે તે ૧૬.૫૬૦ મેટ્રિક ટન પ્રોપેન ગેસ જેની કિંમત ૧૧૦૫૭૯૪,  ટેન્કર ૧૫ લાખ રૂપિયા બોલેરો ગાડી જીજે ૩ બી ડબલ્યુ ૧૩૨૮, ખાલી ગેસના સિલીન્ડર નંગ -૩૨ જેની કિંમત ૩૨૦૦૦ અને મોબાઈલ મળીને કુલ ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ કબજે કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા અને રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા બંને ભાગીદારમાં આ ગોરખધંધા કરતાં હતા અને દિપક તેમજ વિપુલ મિયાત્રા અલગ અલગ ગેસના સિલીન્ડરમાં ગેસનું કટીંગ કરતાં હતા અને સિલીન્ડર ભરી ટેન્કરના ડ્રાઇવરને એક સિલીન્ડરના ૮૦૦ એઉપિયા આપતા હતા જે સિલિન્ડર કાળા બજારમાં ૧૬૦૦માં વેચાણ હોવાનું તેઓએ જણાવ્યુ છે આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવામાં આવી છે






Latest News