એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિકાસયાત્રા દરમ્યાન દસ હજાર જેટલા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું 


SHARE











મોરબી જિલ્લામાં વિકાસયાત્રા દરમ્યાન દસ હજાર જેટલા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું 

રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાની સાથે મોરબી જિલ્લામાં પણ બે રથ વિકાસ યાત્રા અતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આ વિકાસ યાત્રા રથનું જ્યાં જ્યાં આગમન થાય ત્યાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઔષધીય રોપાઓનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી.

હરિયાળું ગુજરાતની સંકલ્પનાને સિદ્ધ કરી શકાય તથા ઔષધીથી થતા લાભથી લોકો જાણકાર બને ઉપરાંત ઔષધીઓ તેમને ઘર આંગણે જ ઉપલબ્ધ બની રહે તે હેતુથી વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દરેક સ્થળે ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે અંદાજે દસ હજારથી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગ દ્વારા વંદે ગુજરાત વિકાસ રથ સાથે આ ઔષધીય રોપાઓનું વિતરણ કરી શકાય તેવા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું. જે હેઠળ ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓના હસ્તે ગ્રામજનોને આ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પણ ઔષધીય છોડ દ્વારા કરવામાં આવી રહ્યુ હતું.






Latest News