ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુઓમાં લમ્પી ડિસીઝ અંગે થયેલ કામગીરીની મંત્રીએ કરી સમીક્ષા


SHARE







મોરબી જીલ્લામાં પશુઓમાં લમ્પી ડિસીઝ અંગે થયેલ કામગીરીની મંત્રીએ કરી સમીક્ષા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં લમ્પી રોગ સંદર્ભે પશુપાલન વિભાગ દ્વારા થયેલી કામગીરી તેમજ હાલની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી ડિસીઝ જોવ મળી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ રોગના લક્ષણો પશુઓમાં જોવા મળ્યા છે ત્યારે પશુઓમાં થયેલ  રસીકરણ તેમજ સારવાર ઉપરાંત આ રોગને ફેલાતો અટકાવવા માટે લેવાના પગલા અંગેના મુદ્દાઓની સમીક્ષા બેઠકનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ રોગ વિશેની પ્રાથમિક માહિતી તેમજ જિલ્લામાં તે હેઠળ થયેલી કામગીરી માહિતી મેળવી જણાવ્યું હતું કે, જ્યાં સમૂહમાં વધારે ગાયો છે તેવી જગ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી ટકોર કરી હતી વધુમાં જે પશુઓને આ રોગનો ચેપ લાગ્યો છે તેમને તાત્કાલિક સારવાર હેઠળ આવરી લેવામાં આવે તથા રખડતાં પશુઓને પણ રસીકરણ તેમજ સારવાર હેઠળ આવરી લેવામાં આવે તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ જે ભગદેવ, અધિક કલેકટર એમ.કે. મુછાર,  પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, પશુપાલન નિયામક કટારા, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી મામલતદાર નિખિલ દવે, મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા




Latest News