ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી ?, ફરિયાદી શંકાના દાયરામાં


SHARE







મોરબીની આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી ?, ફરિયાદી શંકાના દાયરામાં

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા ત્રણ થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં તેઓનો રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાનું તેમને મોરબી આવીને જાણ થઈ હતી..! જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરાવવામાં આવી હતી જોકે બનાવ મોરબી પંથકમાં બન્યો છે કે રસ્તામાં અન્ય કોઇ જગ્યાએ બન્યો છે..? તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જોકે ફરિયાદી એટલે કે આંગણીયા પેઢીના કર્મચારીએ જે પ્રકારે વર્ણન કર્યું છે તેને લઈને ખુદ ફરિયાદી (આંગડિયા પેઢીનો કર્મચારી) જ શંકાના દાયરામાં હોય મોરબી જીલ્લા પોલીસ દ્વારા આ અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારી ભુજ તરફથી એસટી બસમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ પાસે લગભગ ત્રણ થેલાઓ હતા.જેમાં જાણવા મળ્યા મુદદે એક થેલામાં આશરે ૩૦ થી ૩૫ લાખ રોકડા હતા. જ્યારે બીજા થેલામાં સોના-ચાંદીના દાગીના હતા. આમ કુલ ત્રણ થેલા લઈને આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભુજ તરફથી ભાવનગર ડિવિઝનની એસટી બસમાં બેસીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી પહોંચ્યા બાદ તેઓને જાણવા મળ્યું હતું કે તેઓનો ત્રણ થેલા પૈકીનો રોકડા રૂપિયા ૩૦ થી ૩૫ લાખ જેવી માતબાર રકમ ભરેલો થેલો ગુમ છે. તેથી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. માટે પોલીસે તાત્કાલિક મોરબી જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. જો કે બનાવ મોરબી પંથકમાં ક્યાંય બન્યો છે કે..? કે આગળ ક્યાંય બનાવ બન્યો છે..? તે હાલ તપાસનો વિષય છે.જોકે ફરિયાદીના વર્ણન ઉપરથી ફરિયાદી એટલે કે આંગડિયા પેઢીનો કર્મચારી જ શંકાસ્પદ જણાતો હોય તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




Latest News