મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર જુની કુબેર ટોકીઝની પાછળના મફતપરા વિસ્તારમાં રહેતા યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા ઝઘડો કરીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને મોડી રાત્રિના રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ રાજકોટ હોસ્પીટલ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે જુની કુબેર ટોકીઝના પાછળના વિસ્તારમાં આવેલ મફતીયાપરામાં રહેતા પટ્ટુ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક નામના ૨૩ વર્ષના યુવાનને તેના ઘરે ઝઘડો થયો હતો ત્યારે તેના ભત્રીજા ડોબર સહિત ચાર ઈસમો દ્વારા ઝઘડો કરીને તેને માર મારવામાં આવ્યો હતો અને તે દરમિયાનમાં તેના ઉપર છરી વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત પટ્ટુ શાંતિલાલ દેવીપુજકને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જોકે ક્રિટીકલ કેર યુનીટના અભાવે અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાનમાં રાજકોટ ખાતેથી મળતી માહિતી મુજબ પટ્ટુ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક નામના યુવાનને તેના ઘરે ભુપતભાઈ, પપ્પીભાઈ, પ્યારૂભાઈ અને જગાભાઈ નામના ચાર શખ્સો સાથે કોઇ કારણોસર ઝઘડો થયો હતો અને તે દરમિયાનમાં સામાવાળાઓએ તેને માર મારીને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનું હાલ સામે આવ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના જાંબુડીયા ગામે રહેતા હમીરભાઈ નથુભાઈ ખરા નામના ૫૫ વર્ષીય આધેડ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં લાલપર ચોકડી પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસેથી જતા હતા ત્યારે રોડ ઉપર અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા ડાબા પગના ભાગે ઇજાગ્રત હાલતમાં તેઓને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દવા પી લેતા સારવારમાં

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ રસનાળ ગામે રહેતા રમેશ હરજીભાઈ ડાંગર નામના ૪૫ વર્ષના યુવાને કોઈ કારણોસર ઉધઇ મારવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે રમેશભાઈની માનસિક બીમારી સબબ દવા ચાલુ હોય અને જેના કારણે તેઓ મજુરી કામ કરી શકતા ન હોય તેથી આવેશમાં આવીને તેઓએ ઉપરો પગલું ભરી લીધું હતું.બનાવ સંદર્ભે જોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News