મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં આવેલ છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં આવેલ છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

રાજકોટના માજી કોર્પોરેટરની સાથે મોરબીમાં છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઉભા કરીને ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.જે ગુનામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં રહેતા રાજકોટના માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (ઉમર ૪૬) એ થોડા સમય પહેલા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે, તા.૧૭-૮-૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબીના રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩ પૈકી-૧/ પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી.જમીનમાં ભાગીદારી અંગે ખોટા દસ્તાવેજોને આધારે ૩૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી.આ ગુનામાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા સહીતના પોલીસ સ્ટાફે અગાઉ નયનાબેન પ્રવીણભાઈ ચાવડા, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ અને મનસુખભાઇ ધનજીભાઇ પરમારની ધરપકડ હતી અને તે તમામ જેલમાં છે.દરમ્યાનમાં ગઇકાલે પોલીસે છેતરપીંડીના આ ગુનામાં દયારામભાઇ પુંજાભાઇ ડાભી જાતે સતવારા (ઉમર ૫૮) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ અને ખેતી કામ રહે.રોલા રાતડીયાની વાડી જય ગણેશ હોન્ડાના શોરૂમ પાસે ભકિતનગર સર્કલની પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આગામી તા.૨૮ સુધીના રિમાન્ડ કોર્ટ દ્રારા મંજૂર કરવામાં આવેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિત વિનુભાઇ અઘારા અને મુકેશ કંઝારીયાને પકડવા માટે તજવીજ ચાલુ છે.

દવા પી જતા સારવારમાં

થાન પાસે આવેલ આણંદપર ગામે રહેતા ભારતીબેન અરવિંદભાઈ વાઘેલા નામની ૨૧ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવની જાણ થતાં એ ડિનિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમજ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા જૈનિશાબેન ચંદ્રેશભાઈ બાવરવા નામની ૩૨ વર્ષીય મહિલાએ વધુ પડતી માનસિક બીમારીને લગતી ટીકડીઓ એકી સાથે ખાઈ લેતા અસર થઈ જવાથી તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે નોંધ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News