ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે આવેલ સરકારી શાળામાં ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીના રવાપર ગામે આવેલ સરકારી શાળામાં ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સયુંકત ઉપક્રમે શ્રી રવાપર તાલુકા શાળા મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલવિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ હતા ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરોઆર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ હતા ત્યારબાદ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સી.એચ.ઓ પ્રજ્ઞેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર રવાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા અને અંતે શાળાના આચાર્ય હિરેનભાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્યનાના સ્ટાફ એમ.પી.એચ.એસ. દિનેશભાઈ રાંકજા અને એમ.પી.એચ.ડબલ્યુ વિજયગીરી ગોસાઈ પણ ઉપસ્થિત રહેલ હતા




Latest News