મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી


SHARE







વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી

હાલમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગ વધુ જોવા મળી રહયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો આ તાલુકામાં ૬૦ જેટલા લમ્પીના કેસ નોંધાયા છે જે ઢોરને લમ્પીનો રોગ છે તેની સારવાર ચાલી રહી છે સાથોસાથ તાલુકામાં ૭૦૦૦ જેટલા ઢોરને રસી પણ મૂકવામાં આવી છે

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. અને દિન પ્રતિદિન કેસ મળી રહ્યા છે ત્યારે જો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો આજની તારીખે આ તાલુકામાં ૬૦ થી વધુ કેસ છે અને હજુ પણ કેસ વધે તેવી શ્ક્યતા છે ત્યારે ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર ઢોરની સારવાર કરવામાં આવી રહી છે. અને પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત કરવામાં આવી રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને મોબાઈલ પશુ દવાખાના તથા કરૂણા એમ્યુલન્સ સહિતની ટીમ ખડે પગે રહે છે. આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવા માટે જણાવ્યુ છે






Latest News