મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામીકના કારખાનામાં ખોટ આવતા યુવા ઉદ્યોગપતિ ઘર મૂકીને ચાલ્યો ગયેલ !


SHARE







મોરબીમાં સિરામીકના કારખાનામાં ખોટ આવતા યુવા ઉદ્યોગપતિ ઘર મૂકીને ચાલ્યો ગયેલ !

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં એકતા ટાવરમાં રહેતો યુવ સિરામિક ઉદ્યોગપતિ પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને તેના મોબાઈલ પણ ઘરે મૂકીને ગયો હતો જેથી યુવાન ગુમ થયો હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હાલમાં યુવાન મળી આવેલ છે અને ચાલુ કરેલા કારખાનામાં ખોટ ગઈ હોવાથી તે કોઈને કશું જ કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું તેને મોરબી પોલીસને જણાવ્યુ છે

મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટની પાછળ આવેલા એકતા ટાવરમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (૩૬) પોતાના ઘરેથી ગત તા.૮ ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈને કશું કહ્યા વગર નીકળ્યા હતા અને આ યુવાન ઘરેથી ગયો ત્યારે તેના મોબાઇલને પણ ઘરે જ મૂકીને ગયો હતો અને ઘરેથી ગયા પછી યુવાન ઘરે પરત આવેલ ન હતો જેથી તેના યુવાન ગુમ થઈ ગયેલ હોવાની પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા (૩૭) રહે. ઉમિયાનગર વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા ગુમ થયા હોવા અંગેની ગુમશુધા ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુમ થઈ ગયેલા યુવા સિરામિક ઉદ્યોગપતિને શોધવા માટે કવાયત શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ કરતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.એસ. મેસવાણિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન હાલમાં મળી આવેલ છે અને તેને લખધીરપૂર રોડ ઉપર આવેલ ગ્લેર સિરામિક કારખાનુ ચાલુ કર્યું હતું તેમાં ખોટ આવતા તે ઘરેથી ચાલ્યા ગયા હતા તેવું તેને જણાવ્યુ છે




Latest News