મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં એસી રીપેરીંગના કામમાંથી મજૂરને છુટો કરતા દુકાનદાર ઉપર હુમલો..!


SHARE











મોરબીમાં એસી રીપેરીંગના કામમાંથી મજૂરને છુટો કરતા દુકાનદાર ઉપર હુમલો..!

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અને એસી રીપેરીંગનું કામકાજ કરતાં યુવાન ઉપર શહેરના શનાડા રોડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં યુવાન એસી રીપેરીંગનું કામ કરતો હોય અને તેને ત્યાં કામે રાખવામાં આવેલ મજૂરને કામ ન હોય કાઢી મૂકવામાં આવ્યો હોય તે બાબતનો રોષ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતો અને એસી રીપેરીંગનું કામકાજ કરતો શાહબુદ્દીન અલીભાઈ શેરસિયા જાતે મુસ્લિમ નામનો ૨૭ વર્ષનો યુવાન શહેરના શનાળા રોડ સરદાર બાગ પાસેથી જતો હતો ત્યારે ત્યાં તેને ઉભો રાખીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બોલાચાલી કરીને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.જેથી સારવાર લીધા બાદ શાહબુદ્દીન અલીભાઈ શેરસિયાએ આરીફભાઈ નામના ઇસમ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેમને ત્યાં રાખવામાં આવેલ એસી રીપેરીંગના એક કારીગરને કામ ન હોય કાઢી મૂકવામાં આવ્યો હતો તે બાબતનું મનદુ:ખ રાખીને આરીફભાઈ (મો.૭૦૪૧૫ ૧૦૯૮૫) દ્વારા બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને ઠીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પીપળી ગામે રહેતા કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલા નામના ૫૫ વર્ષીય આધેડ રીક્ષા ચલાવવાનું કામકાજ કરતા હોય મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસેથી તેઓ તેમની રિક્ષા લઈને જતા હતા ત્યારે બોલેરોના ચાલકે તેમની રીક્ષાને હડફેટ લેતા ઇજાઓ થવાથી કાનજીભાઈ વાઘેલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા રાજેશ રત્નાગર આદિવાસી નામના ૨૫ વર્ષીય યુવાનને લાલપર ગામ નજીક કાર ચાલકે હડફેટે લેતા ૧૦૮ વડે તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મૂળ ફાટસરનો અને હાલ મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતો મિલન પ્રફુલભાઈ જાગાણી નામનો ૨૬ વર્ષનો યુવાન શહેરના નવલખી ફાટક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે ઓવરટેક કરવા જતા તેને હડફેટ લઈને ઇજાઓ પહોંચાડી હતી.જેથી મિલનને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News