મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા-માળીયા તાલુકામાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશી 


SHARE







મોરબી જિલ્લાના ટંકારા-માળીયા તાલુકામાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશી 

રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે અને જુદાજુદા જિલ્લા અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા અને માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અને સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

રાજ્યમાં આ વર્ષે ૧૩ તારીખ સુધીમાં વરસાદ આવી જશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામા આવ્યું હતું અને તે મુજબ વરસાદ શરૂ થઈ ગયો છે રવિવારે પણ સાંજના  સમયે જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યાર બાદ સોમવારે સાંજે પણ વરસાદ પડ્યો હતો જેમાં ટંકારા તાલુકાના ગામડામાં ભારે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે અને અને લોકોના કહેવા મુજબ એક ઈચથી લઈને અઢી ઈચ સુધી વરસાદ વરસ્યો છે તેમજ નેકનામ, રોહીશાળા, ઓટાળા, નેસડા, ગજડી વિરવાવ, જોધપર ઝાલા, સાવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે અને ગણતરીના કલાકોમાં ખેતરમાંથી પાણી નિકળી ગયા હતા અને વોકળા વહી ગયા હતા આવી જ રીતે માળીયા તાલુકાની પીપળીયા ચોકડી પાસે પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળેલ છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી ગયો હોવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે






Latest News