મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં તસ્કરોને ઝેર કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ


SHARE





વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં તસ્કરોને ઝેર કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના હળવદ તાલુકાના છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો ઘમરોળી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૫ જેટલી નાના મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે જે પૈકીની કેટલીક ચોરીઓની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે પરંતુ હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે જેથી કરીને પોલીસ તેને પકડવા માટે તજવીજ કરી રહી છે જોકે વાંકાનેર તાલુકાની અંદર વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોરીની ઘટનાઓ ન બને તે માટે થઈને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારોની અંદર હોમગાર્ડ અને પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકાની અંદર ચોરીની ઘટનાઓ છેલ્લા દિવસોમાં બની નથી જો કે, આગામી દિવસોમાં ચોરીની ઘટના ન બને તે માટે થઈને હાલ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે




Latest News