મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત


SHARE





મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત

મોરબીના વજેપર વિસ્તારમાં મકાનનું બાંધકામ ચાલુ હતું ત્યારે સેન્ટીંગના સળિયા ગોઠવતા વૃદ્ધ કામ કરતા હતા ત્યારે ડાક છટકી જવાના કારણે ઉપરથી તેઓ નીચે પટકાયા હતા અને વૃદ્ધને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીની આદર્શ સોસાયટીમાં રહેતા વૃદ્ધ સવારે પોતાના ઘરે ઉઠ્યા ન હતા જેથી તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા ગુલામરસુલભાઇ હારુનભાઈ માલાણી (60) નામના વૃદ્ધ મોરબીના વજેપર શેરી નં 7 માં ભરતભાઈ દિલીપભાઈ ડાભીના મકાને બાંધકામ ચાલુ હોય ત્યાં છતનું સેન્ટીંગ કામની મજૂરી કરતા હતા ત્યારે છતના બાંધકામના પતરા ગોઠવતા સમયે લોખંડના સળિયા નું સેન્ટીંગ કામ કરતા હતા અને ત્યારે ડાક લઈને સળિયા વાળતા હતા ત્યારે ડાક છટકી જતા ઉપરથી તેઓ સીધા નીચે પટકાયા હતા જેથી તેમને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના દિકરા અનવરભાઈ ગુલામરસુલભાઈ માલાણી (43) રહે. કુલીનગર મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા ગોરધન ગુરુબાડી પેન્થોઈ (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે સુતા હતા અને સવારે સાડા સાત વાગ્યે તેઓને ઉઠાડવા જતા તે ઊઠ્યા ન હતા જેથી બેભાન અવસ્થામાં 108 મારફતે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News