મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી


SHARE





મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રવિવારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે મંત્રીએ કહ્યુ હતું કે, શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર યોજાતા લોક મેળાઓ પૈકી સૌપ્રથમ મેળો જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાયો છે જેનો લાભ લેવા માટે ગુજરાત અને ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે. અત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા એ તેઓના પરિવાર સાથે જુદી જુદી રાઈડમાં બેસીને તેનો આનંદ માણો હતો

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ પાસે આવેલ રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર દાદા બિરાજમાન છે અને શ્રવણ મહિનાનો બીજો સોમવારે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે જેથી ત્યાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે સામાન્ય રીતે રવિ અને સોમવાર એમ બે દિવસ લોકમેળાનું આયોજન થતું હતું પરંતુ હવે અહીંયા ત્રણ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં લોક મેળાને ખુલ્લો મુકાયો હતો અને આ લોકમેળાને માણવા માટે થઈને ન માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પ્રતિ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વર્ષોથી જડેશ્વર દાદા ના સાનિધ્યમાં લોક મેળાનું આયોજન કરવામાં આવે છે અને ક્યારે પણ કોઈ પણ અણબનાવ આ મેળામાં બન્યો નથી ત્યારે પરિવાર સાથે લોકમેળાનો આનંદ માણવા માટે થઈને આવતા લોકો શાંતિપૂર્ણ રીતે લોકમેળાનો આનંદ માણે તથા જડેશ્વર દાદાના દર્શન, પૂજન તથા પ્રસાદનો લાભ લે તેના માટે અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ લોકમેળામાં ફજેત, ટોરાટોરા, બ્રેક ડાન્સ જુલા સહિતની રાઈડો તથા અનેક રમકડાના સ્ટોલ વિગેરે હતા તેની મંત્રી સહિતના આગેવાનોએ મુલાકાત લીધેલ હતી અને ત્યાર બાદ ઉદ્ઘાટન પ્રસંગે આવેલા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તેઓના પત્ની જ્યોત્સનાબેન અમૃતિયા, દીકરો પ્રથમ અમૃતિયા તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના રાજકીય આગ્રણીઓ તથા તેઓના પરિવારજનોએ પણ જુદી જુદી રાઈડ્સમાં બેસીને મેળાની મજા માણી હતી

વધુમાં જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દેવાધી દેવ મહાદેવ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતમાં સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે. જો કેજડેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે જેથી કરીને તેનું મહત્વ પણ જયોતિર્લિંગ જેટલું છે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દરવર્ષે શ્રાવણ માસનો બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જડેશ્વર દાદાની રવડી મંદિરથી નીકળીને લોકમેળાના મેદાન સુધી જાય છે અને ત્યાર બાદ જડેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ કરવામાં આવે છે અને ત્યાર બાદ દાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેથી હજારોની સંખ્યામાં મંદિરે આવતા શિવભક્તો દર્શન, પૂજન, ભંડારો-મહાપ્રસાદ વિગેરેનો લાભ લેતા હોય છે.




Latest News